Amazon Seller > Grow Your Business > Selling Partner Appstore

સેલિંગ પાર્ટનર એપસ્ટોર

તમારા બિઝનેસને ઓટોમેટ કરવા, મેનેજ કરવા અને વધારવા માટે Amazon દ્વારા મંજૂર કરેલ થર્ડ-પાર્ટી સોફ્ટવેર પાર્ટનર શોધો.
માર્કેટપ્લેસ એપસ્ટોર અને SPN વિડિઓ પ્રિવ્યૂ

સરેરાશ, સેલર્સ એપ્લિકેશન્સ અપનાવ્યા પછી વેચાણમાં 10% વધારો જુએ છે.

વિશ્વસનીય થર્ડ-પાર્ટી સોફ્ટવેર ભાગીદારો

ઓટોમેટેડ કિંમતો અને લિસ્ટિંગ ટૂલ્સથી લઈને શિપિંગ અને ટેક્સ સેવાઓ સુધીની તમારી અનન્ય વ્યવસાય જરૂરિયાતોને પહોંચી વળવા માટે શક્તિશાળી એપ્લિકેશનો શોધો અને ઉકેલો શોધો. અમે બધા સોફ્ટવેર પાર્ટનરની તપાસ કરીએ છીએ અને ઉચ્ચ-ગુણવત્તાવાળી એપ સેલિંગ પાર્ટનર એપસ્ટોરમાં છે તેની ખાતરી કરવા માટે તેમના પ્રદર્શનનું સતત નિરીક્ષણ કરીએ છીએ. ઘણી એપ પ્રોડક્ટ સંશોધન, ટેક્સ ફોર્મ ભરવા અથવા કસ્ટમાઇઝ્ડ રિપોર્ટ્સ બનાવવા જેવા અગાઉના સમય માંગી લેતા અને કંટાળાજનક દૈનિક કાર્યોને ઓટોમેટ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

2500+

એપ્લિકેશન

20+

દેશો:

1.4MM+

સેલર્સ

‘સેલિંગ પાર્ટનર એપસ્ટોર’ના ઉપયોગ વિશે વધુ જાણો

આઇકન: તરતા ડોલરનું ચિહ્ન ધરાવતો હાથ

સર્ચ કરો

સર્ચ અને ફિલ્ટર કાર્યક્ષમતા સાથે તમારી ચોક્કસ જરૂરિયાતો માટે યોગ્ય નિરાકરણ શોધવામાં સમય અને પ્રયત્ન બચાવો.
આઇકન: સ્પોટ લાઇટ તરીકે પ્રકાશિત સ્ટેજ લાઇટ

ડિસ્કવરી

“તમારા માટે ભલામણ” અને “ટ્રેંડિંગ એપ્સ” જેવા સંગ્રહો વિશે વધુ જાણો.
ચિહ્ન: 3 સ્લાઇડિંગ એડજસ્ટમેન્ટ્સ સાથેનું લંબચોરસ

ફિલ્ટર્સ

કેટેગરી, સબકેટેગરી, સપોર્ટેડ પ્રોગ્રામ, સ્ટાર રેટિંગ, ભાષા, માર્કેટપ્લેસ સપોર્ટેડ અને વધુ દ્વારા ફિલ્ટર કરો.
ચિહ્ન: સ્ટારબર્સ્ટ રેખાઓ સાથેનું એક વર્તુળ, અંદર ડોલરની સાઇન અને કર્સર તેના પર હોવરિંગ કરે છે.

કરન્સી પસંદકર્તા

તમે જેમાં કિંમતો જોવા માંગો છો તે કરન્સી પસંદ કરો.
ચિહ્ન: પાઇ ચાર્ટ અને આલેખ સાથે કમ્પ્યુટર મોનિટર

ડિટેલ પેજ

ખરીદીના નિર્ણયો લેવામાં મદદ માટે માહિતી અને પ્રાઇસિંગ મેળવો, સ્ક્રીનશોટ જુઓ અને વધુ મેળવો.
ચિહ્ન: એક તારો જેમાંથી રેખાઓ નીકળે છે

રેટિંગ્સ અને રિવ્યૂઝ:

સમજી-વિચારીને ખરીદીના નિર્ણયો લેવામાં મદદ માટે દરેક નિરાકરણ માટે રેટિંગ્સ અને રિવ્યૂઝ જુઓ.

સરેરાશ, સેલર્સ કે જે લિસ્ટિંગ એપ્સનો ઉપયોગ કરે છે તેમની પ્રોડક્ટને 37% ઝડપી લિસ્ટિંગ કરી છે.

વધતી સંખ્યામાં કેટેગરીમાં સોફ્ટવેર ભાગીદારો શોધો

પ્રોડક્ટ લિસ્ટિંગ

 • પ્રોડક્ટનું સંશોધન અને સ્કાઉટિંગ
 • લિસ્ટિંગ
 • ઓટોમેટેડ પ્રાઈસિંગ

ઇન્વેન્ટરી અને શિપિંગ

 • ઇન્વેન્ટરી અને ઓર્ડર મેનેજમેન્ટ
 • શિપિંગ સોલ્યુશન્સ

માર્કેટિંગ

 • એડ્વર્ટાઈઝિંગ ઑપ્ટિમાઇઝેશન
 • પ્રમોશન્સ

ઇકોમર્સ મેનેજમેન્ટ

 • ઇ-કોમર્સ સોલ્યુશન કનેક્ટર
 • સંપૂર્ણ સર્વિસ સોલ્યુશન્સ
 • સિસ્ટમ ઇન્ટિગ્રેટર્સ

નાણાકીય

 • એકાઉન્ટિંગ
 • ફંડિંગ અને ક્રેડિટ
 • ટેક્સ
 • એનાલિટિક્સ અને રિપોર્ટિંગ
 • ડિસબર્સમેન્ટ સોલ્યુશન્સ

ગ્રાહક સહભાગિતા

 • ફીડબેક અને રિવ્યૂ
 • બાયર-સેલર મેસેજિંગ

સરેરાશ, સેલર્સ જે એપ્લિકેશન્સનો ઉપયોગ કરે છે તે લિસ્ટિંગ પછી પ્રથમ વેચાણમાં 43% ઓછા સમય અનુભવે છે.

સેલિંગ પાર્ટનર એપસ્ટોરનો ઉપયોગ કેવી રીતે કરવો?

સેલિંગ પાર્ટનર એપસ્ટોરનો ઉપયોગ કેવી રીતે કરવો?

સ્ટેપ 1

સેલિંગ પાર્ટનર એપસ્ટોર હોમ પેજની મુલાકાત લો અને તમારા સેલર એકાઉન્ટમાં લૉગિન કરો

સ્ટેપ 2

તમારા બિઝનેસ માટે યોગ્ય નિરાકરણ શોધવા માટે કીવર્ડનો ઉપયોગ કરીને બ્રાઉઝ કરો અથવા સર્ચ કરો. તમે ટ્રેન્ડિંગ એપ્સ અને તમારા માટે તૈયાર કરેલ ભલામણ કરેલી એપ્સ પણ શોધી શકો છો.

સ્ટેપ 3

ફિલ્ટર્સનો ઉપયોગ કરીને, તમને જે જોઈએ છે તે શોધવા તમારા પરિણામોને છાંટો, ખરીદ કિંમત, સ્ટાર રેટિંગ અથવા તમને જે જોઈએ છે તે શોધવા માટેના બીજા વિકલ્પો.

સ્ટેપ 4

પરિણામો બ્રાઉઝ કરો અને ટૂંકા વર્ણનમાંથી મૂલ્ય પ્રસ્તાવને ઝડપથી સમજો.

સ્ટેપ 5

એકવાર તમને રસ હોય તે નિરાકરણ મળે, પછી વધુ જાણવા માટે ડિટેલ પેજની મુલાકાત લો.

સ્ટેપ 6

વધુ માહિતી માટે સોફ્ટવેર પાર્ટનરની વેબસાઇટની મુલાકાત લો.

સ્ટેપ 7

છેલ્લે ડિટેલ પેજ પર “હવે અધિકૃત કરો” બટન પર ક્લિક કરીને તમારા ડેટાને એક્સેસ કરવા માટે એપ્લિકેશનને અધિકૃત કરો.

વારંવાર પૂછાતા પ્રશ્નો

શું એપ્સ Seller Centralની સાથે જોડી શકાય છે?
કેટલીક એપ્સે એકલી કામ કરતી હોય છે, જ્યારે કે બીજી કેટલીક Seller Central સાથે મળીને કામ કરતી હોય છે, પરંતુ બધી એપ્સ પાસે ‘માર્કેટપ્લેસ વેબ સર્વિસીસ’ અને ‘સેલિંગ પાર્ટનર API’ દ્વારા ઓફર કરેલા સમાન ડેટાનો ઍક્સેસ હોય છે.
Amazon કેવી રીતે થર્ડ-પાર્ટી એપ્સની કાળજીપૂર્વક ખાતરી કરે છે?
Amazon રજિસ્ટ્રેશન અને લિસ્ટિંગ પર તમામ સોફ્ટવેરને રિવ્યૂ કરે છે, તેમજ બધી એપ્સ Amazonની પોલિસી સાથે કમ્પ્લાયન્ટ છે, તેની ખાતરી કરવા માટે પરફોર્મન્સનું સતત નિરીક્ષણ કરે છે.
હું મારી થર્ડ-પાર્ટી એપ્લિકેશન માટે સમર્થન ક્યાં શોધી શકું?
કૃપા કરીને કોઈ પણ ટેકનિકલ સહાય અથવા કસ્ટમર સર્વિસ પ્રશ્નો માટે સોફ્ટવેર અથવા સર્વિસ પાર્ટનરનો સીધો સંપર્ક કરો. Amazon થર્ડ-પાર્ટી એપ્સના ડેવલપમેન્ટ કે વેચાણ માટે સીધી રીતે સામેલ નથી. અમે સોફ્ટવેરના બધા વપરાશકર્તાઓને સેલિંગ પાર્ટનર એપસ્ટોરમાં રેટિંગ્સ અને રિવ્યૂ આપવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ.
એપ્લિકેશન્સની કિંમત શું છે?
સોફ્ટવેર ભાગીદારો તેમની પોતાની કિંમતો રાખે છે. કિંમતની માહિતી ચોક્કસ એપ અથવા સર્વિસ ડિટેલ પેજ પર ઉપલબ્ધ છે.
સેલિંગ પાર્ટનર એપસ્ટોર પર કોણ રિવ્યૂ આપવા માટે યોગ્યતા ધરાવે છે?
એપ્સ માટે ખાતરી પામેલા યુઝર્સ જ યોગ્યતા ધરાવે છે અને તેઓ અમુક સમય માટે એપનો ઉપયોગ કર્યા પછી એ એપ્લિકેશન માટે રિવ્યૂ આપી શકે છે.
રેટિંગ્સની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે?
Amazon અધ કચરી માહિતીની એવરેજને બદલે મશીન લર્નિંગ મોડેલને આધારે પ્રોડક્ટ્સની સ્ટાર રેટિંગ્સની ગણતરી કરે છે. મોડેલ રેટિંગની ઉંમર, શું રેટિંગ્સ ખાતરી પામેલા ખરીદદારો તરફથી છે કે કેમ એ સહિતના પરિબળોને ધ્યાનમાં લે છે, જે રિવ્યૂઅરની વિશ્વસનીયતા સ્થાપિત કરે છે.
હું એક નવો સોફ્ટવેર ડેવલપર છું. હું ‘સેલિંગ પાર્ટનર એપસ્ટોર’માં કેવી રીતે શામેલ થઈ શકું?
જો તમે સોફ્ટવેર ડેવલપર છો અને સોફ્ટવેર પાર્ટનર બનવા માંગતા હો, તો કૃપા કરીને વધુ માહિતી માટે developer.amazonservices.comની મુલાકાત લો.

સેલિંગ પાર્ટનર એપસ્ટોર

તમારા બિઝનેસને ઓટોમેટ કરવા, મેનેજ કરવા અને વધારવા માટે Amazon દ્વારા મંજૂર કરેલ થર્ડ-પાર્ટી સોફ્ટવેર પાર્ટનર શોધો.